રાપર ખાતે આવેલ સોમાણીવાંઢના ચાર શખ્સો દ્વારા પિતા-પુત્ર પર છરી-ધોકા વડે હુમલો કરાતા ફરિયાદ નોંધાઈ
copy image

રાપર ખાતે આવેલ સોમાણીવાંઢના ચાર શખ્સો દ્વારા પિતા-પુત્ર પર છરી, ધોકા વડે હુમલો કરવામાં આવતા આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર બનાવ અંગે સોમાણીવાંઢમાં રહેનાર શિવા વેલા મકવાળ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી બાઇક લઇને જઇ રહ્યા હતા તે દરમ્યાન આરોપી પોતાનું વાહન સામે ચલાવીને લાવતો હતો, જે અંગે ફરિયાદી તેના ઘરે સમજૂતી માટે ગયેલ હતા. ત્યાર બાદમાં આરોપી શખ્સોએ ફરિયાદીના દીકરા હિતેશને પકડી રાખેલ હતો. જેથી હિતેશે પોતાના પિતાને ફોન કરતાં ફરિયાદી ત્યાં ગયેલ હતા. ઉશ્કેરાયેલા આરોપી શખ્સોએ આ બંને પિતા પુત્ર પર ધોકા અને છરી વડે હુમલો કરી દીધો હતો. આ મામલે પોલીસે આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.