ગાંધીધામના મીઠીરોહર નજીકની કંપનીમાં દાઝી ગયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત
copy image

ગાંધીધામ ખાતે આવેલ મીઠીરોહર નજીક ગરમ પાણીની કુંડીમાં દાઝી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજયું હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામ ખાતે આવેલ મીઠીરોહર નજીકની જી.આઇ.ડી.સી.ની એક કંપનીમાં ગરમ પાણીની કુંડીમાં પડી જતાં વિરલકુમાર પરષોત્તમ વણકર નામના યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમના જીવનનું અંત થયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. 23/1 આ યુવાન કંપનીમાં કામ કરી રહ્યો હતો. તે સમયે ગરમ પાણીની કુંડીમાં અકસ્માતે પડી જવાના કારણે તે ગંભીર રીતે દાઝી ગયો હતો. તેને પ્રથમ આદિપુર અને વધુ સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં લઇ જવામાં આવેલ હતો. જ્યાં સારવાર દરમ્યાન તેના જીવનનું અંત થયું હતું. પોલીસે આ અંગે આગળની વધુ તપાસ આદરી છે.