ભરૂચના ઝાડેશ્વર રોડ પરની એક સોસાયટીમાં સાપ નીકળતા નેચર પ્રોટેક્શન ટ્રસ્ટના કાર્યકરોને બોલાવી સહી-સલામત જગ્યાએ છોડયો

ભરૂચના ઝાડેશ્વર રોડ પરની એક સોસાયટીમાં એક સાપ દેખાતા સ્થાનિક રહીશો ભયભીત બની ગયા હતા. મળતી વિગતો મુજબ ઝાડેશ્વરની રાધાક્રિશ્ના સોસાયટીમાં આજે સવારે ૧૧.૩૦ કલાકે એક સાપ નીકળ્યો હતો. સાપને જોઇને સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સોસાયટીમાં રહેતા ગીરીશભાઇ નામના ગૃહસ્થે એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેનભાઇ શાહને કોલ કરીને બોલાવ્યા હતા. હિરેનભાઇ શાહે સ્થળ પર આવીને તેમના સાથી કાર્યકરો સાથે ભારે જહેમત બાદ સાપને પકડી લીધો હતો અને ત્યારબાદ સાપને ખોરાક પાણી મળી રહે તેવા સલામત સ્થળે મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છેકે નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકરોને રહેણાંક વિસ્તારમાં સાપ નીકળ્યાની જાણ કરાતા તેઓ દ્વારા સ્થળ પર જઇને સાપનું રસક્યુ કરીને ત્યારબાદ સાપને ખોરાક પાણી મળી રહે તેવા સલામત સ્થળે મુક્ત કરવામાં આવતા હોય છે.