ભુજ શહેરમાં વધુ એક શખ્સ બન્યો ઓનલાઇન છેતરપિંડીનો શિકાર : સાયબર ક્રાઇમ સેલે તમામ રકમ પરત કરાવી સરાહનીય કામગીરી બજાવી

copy image

copy image

ભુજ શહેરમાં વધુ એક શખ્સ ઓનલાઇન છેતરપિંડીનો શિકાર બન્યો હોવાનું સામી આવી રહ્યું છે ત્યારે માહિતી મળી રહી છે કે, આ શખ્સની ગયેલ તમામ રકમ સાયબર ક્રાઇમ સેલે પરત કરાવી સરાહનીય કામગીરી બજાવી હતી. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ ભુજના વિજયભાઇ મહેશ્વરીના  ક્રેડિટ કાર્ડની વેલીડિટી પૂર્ણ થઈ ગયેલ હોવાથી તેઓએ નવું કાર્ડ મંગાવેલ હતું. ત્યાર બાદમાં એક અજાણ્યા મોબાઇલ ધારકે વિજયભાઇને ફોન દ્વારા કહેલ કે, નવા ક્રેડિટ  કાર્ડમાં  વાર્ષિકની જગ્યાએ માસિક ચાર્જ લાગુ થઇ ગયેલ છે, જે બદલવા માટે જણાવી અરજદારનો મોબાઇલ એક્સેસ લઈ એપ્લિકેશન  ડાઉનલોડ કરાવી ક્રેડિટ કાર્ડમાંથી રૂા. 50,000નું ટ્રાન્જેક્શન કરી છેતરપિંડી આચરી હતી.  આ શખ્સે સાયબર સેલનો સંપર્ક  કરતાં સેલે તેને મદદરૂપ બની તમામ રકમ પરત કરાવી સરાહનીય કામગીરી બજાવી હતી.