ભુજ ખાતે આવેલ ફોટડી ગામના સીમમાં 200 ફૂટ ઊંચાઇએથી પટકાતા 26 વર્ષીય યુવાનનું મોત

copy image

ભુજ ખાતે આવેલ ફોટડી ગામના સીમવિસ્તારમાં સીમમાં પવનચક્કી પર કામ કરતી વેળાએ ઊપરથી નીચે પટકાતાં 26 વર્ષીય યુવાનનું મોત નીપજયું છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ પવનચક્કી પર કામ કરતાં સમયે આશરે 200 ફૂટ ઊંચાઇ પરથી તે અકસ્માતે નીચે પડી ગયેલ હતો. મૂળ ધ્રાંગધ્રાનો 26 વર્ષીય યુવાન સિરાજ ફિરોજભાઇ રૂહતલા અકસ્માતે ઊંચાઇ પરથી નીચે પટકાતાં તેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓના પગલે આ યુવાનને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ લઇ જવામાં આવેલ હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.