અંજાર ખાતે આવેલ ટપ્પરથી દુધઇ જતા માર્ગે ટ્રક પર વીજતાર પડતાં ટ્રકમાં આગ ભભૂકી ઉઠી

copy image

copy image

અંજાર ખાતે આવેલ ટપ્પરથી દુધઇ જતા માર્ગે ટ્રક પર વીજતાર પડતાં અચાનક ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર  ખાવડા સોલારીસ કંપનીમાંથી મીઠું ભરેલ આ ટ્રક ગાંધીધામ આહીર સોલ્ટમાં મીઠું  ખાલી કરવા  માટે રવાના કરવામાં આવેલ હતી. માલ ખાલી થતાં આ ટ્રકનો ચાલક ટપ્પર નજીક લક્ષ્મી સ્ટોન પર ગયેલ હતો. ત્યાર બાદમાં આ ટ્રકનો ચાલક વાહન ચલાવીને ટપ્પરથી દુધઇ જતા રોડ પર નર્મદા કેનાલ નજીક પહોંચ્યો તે દરમ્યાન, અચાનક વાહન પર વીજ વાયર પડતાં વાહનના પૈડાં સળગી ઉઠયા હતા. ત્યારે ચાલક ટ્રકની નીચે ઉતરી ગયો હતો. ટૂંક જ સમયમાં આગ વધુ ફેલાતા આખા વાહનમાં આગ જામી અને વાહન સળગીને ભશ્મ થઈ ગયું હતું. આ મામલે  અગ્નિશમન દળને જાણ કરવામાં આવતા તેઓએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.  આ બનાવમાં 65થી 70 લાખનું  નુકસાન થયું હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.