કુકમામાં ઘર બંધ કરી લગ્ન પ્રસંગે ગયેલ પરિવારના ઘરમાં તસ્કરોએ ખાતર પાડ્યું : 63 હજારની મત્તા પર હાથ સાફ કરી તસ્કરો થયા ફરાર

ભૂજ ખાતે આવેલ  કુકમામાં ઘર બંધ ઘરના તાળાં તોડી 63 હજારની મત્તા પર હાથ સાફ કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ભૂજ ખાતે આવેલ  કુકમામાં ઘર બંધ કરી પરિવાર લગ્ન  પ્રસંગે ગાંધીધામ  ગયેલ હતો અને આ બંધ ઘરમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું. આ મામલે દિનેશભાઇ પૂંજાભાઇ મહેશ્વરી દ્વારા પધ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર  ગત તા. 11/2ના ફરિયાદી પોતાના પરિવાર  સાથે  ગાંધીધામમાં લગ્ન પ્રસંગમાં ગયેલ હતા ત્યારે ગત દિવસે સવારના સમયે ફરિયાદીને તેમના પડોશીએ ફોન દ્વારા જણાવેલ કે, તમારા મકાનના દરવાજાના તાળાં તૂટેલ હાલતમાં છે. આ અંગે જાણ થતાં ફરિયાદીએ તુરંત ઘરે પરત આવી અને તપાસ કરતાં સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ કિ. રૂા. 63,000ના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ મામલે અજાણ્યા ચોર ઈશમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.