ગાંધીધામમા જાહેરમાં આંકડો લેતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો

copy image

copy image

ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં જાહેરમાં આંકડો લેતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગાંધીધામ શહેરમાં આવેલ નવી સુંદરપુરી વિસ્તારના ઈમામ ચોકમાં જાહેરમાં  લોકો પાસેથી  આંકડા  લઈ પેન વડે પાનામાં લખી રહ્યો હતો તે દરમ્યાન અચાનક પોલીસ આવી પહોંચી હતી અને આંકડો લેનાર શખ્સને ઝડપી પાડ્યો હતો. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પોલીસે આ શખ્સ પાસેથી રોકડ રૂા. 1420 તથા લોકો  પાસેથી  લીધેલા આંકડા લખેલું પાનું – પેન કબ્જે કર્યા હતા. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.