અમદાવાદમાં બની વિચિત્ર ચોરીની ઘટના : આરોપી સરકારી બસ જ ચોરી કરીને થયો ફરાર : પોલીસે માત્ર બે કલાકમાં જ શખ્સને બસ સાથે ઝડપ્યો
copy image

અમદાવાદમાં લોકને આશ્ચર્યમાં મૂકી દે તેવી ઘટના બની છે. ત્યારે આ મામલે સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ગત તા.14/02ના રોજ અમદાવાદના કૃષ્ણનગર બસ સ્ટેન્ડમાંથી એક બસની જ ચોરી કરી કોઈ ઈશમ ફરાર થઈ ગયો હતો.જો કે, પોલીસે માત્ર બે જ કલાકમાં આરોપી શખ્સને દબોચી લીધો હતો. અમદાવાદ શહેરના કૃષ્ણનગર બસ ડેપોમાંથી વિચિત્ર પ્રકારની બસની ચોરીની ઘટના બની હતી. બસ ચોરી થતાં પોલીસ અને ST વિભાગ હરકતમાં આવી ગયેલ હતુ અને તુરંત આરોપીની શોધખોળમાં વળગી ગયા હતા. આ અંગે શોધખોળ કરવામાં આવતા દહેગામ નજીકથી ચોર ઈશમ બસ સાથે મળી આવેલ હતો. જાણવા મળી રહ્યું છે કે, પ્રાથમિક તપાસ દરમ્યાન ચોરી કરનાર શખ્સ માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી શખ્સની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.