ધરતી પરના સ્વર્ગ કહેવાતા જમ્મુ કશ્મીર પ્રવાસે ગયેલ કચ્છના પરિવાર માટે બન્યો અંતિમ પ્રવાસ : 18 મહિનાની માસૂમ બાળકી સહિત પાંચ લોકો કાળનો કોળિયો બન્યા
copy image

ધરતી પરના સ્વર્ગ કહેવાતા જમ્મુ કશ્મીર પ્રવાસે ગયેલ કચ્છના પરિવાર માટે આ અંતિમ પ્રવાસ બન્યો હતો.જ્યાથી તે પરત ન આવી શક્યા. કચ્છના માંડવીથી પ્રવાસે ગયેલ પરિવારને ગોઝારો અકસ્માત નડ્યો જેમાં 18 માહિનાની બાળકી પણ મોતને વ્હાલી થઈ ગઈ હતી. આ બનાવને પગલે માંડવીમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી.આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ સર્જાયેલા આ ગોઝારા અકસ્માતમાં 5 વ્યક્તિના મોત નિપજ્યાં હતા. આ બનાવ ગત શુક્રવારના વહેલી સવારના સમયે બન્યો હતો. આ બનાવ અંગે મળેલ માહીતી મુજબ ઉભેલી ટ્રકમાં કાર ટકરાતા કારમાં સવાર 5 વ્યક્તિના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા.આ અકસ્માત ભારતમાલા એક્સપ્રેસ વે પર સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં કચ્છમાં ફરજ બજાવતા ડોક્ટર દંપિત સહિત તેની 18 મહિનાની બાળકી કાળનો કોળિયો બની હતી. જાણવા મળી રહ્યું છે કે આ ડોક્ટર દંપતી સાથે અન્ય સાથી કર્મચારીઓ પણ સામેલ હતા જેમનું આ અકસ્માતમાં મોત થયું છે. આમ તો, જમ્મુ કશ્મીરને ધરતી પરનું સ્વર્ગ કહે છે જ્યાં આ બંને પરિવાર પ્રવાસે ગયેલ હતા. બન્ને પરિવાર જમ્મુ કાશ્મીર ફર્યા બાદ પરત કચ્છ આવતા હતા તે દરમ્યાન આ અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા.