ગાંધીધામ ખાતે આવેલ ગળપાદરમાંથી 76 શરાબની બોટલ કબ્જે : આરોપી ફરાર
copy image

ગાંધીધામ ખાતે આવેલ ગળપાદરમાંથી અંગ્રેજી શરાબનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગાંધીધામ તાલુકાનાં ગળપાદરમાં આવેલ ભવાની નગર વિસ્તારમાંથી પોલીસે કાર્યવાહી હાથ ધરી અને રૂા. 30,160નો શરાબ કબ્જે કર્યો હતો, પ્રાપ્ત વિગતો મુજબ ગત રાત્રે પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન કોઈ એક બુટલેગરને ખાલી પ્લોટમાંથી નીકળતાં જોઈ પોલીસે તેને બોલાવતાં તે પોતાના હાથમાં રહેલ થેલો મૂકી ભાગી ગયો હતો. બાદમાં આ થેલાની તપાસ કરવામાં આવતા તેમાંથી અંગ્રેજી શરાબની 10 બોટલ નીકળી પડી હતી. બાદમાં ખાલી પ્લોટમાં તપાસ કરાતાં અહીંથી પણ બોટલ મળી આવેલ હતી. પ્રાપ્ત વિગતો મુજબ હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આ સ્થળેથી અલગ અલગ બ્રાન્ડની કિંમત રૂા. 30,160ની 76 શરાબની બોટલ કબ્જે કરવામાં આવી હતી. વધુમાં જાણવા મળી રહ્યું છે કે, હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી શખ્સને પકડી પાડવા આગળની વધુ તપાસ હાથ ધરી છે.