રાપર ખાતે આવેલ કુંભારિયામાં આવેલ પવનચક્કીમાંથી 29 હજારની તસ્કરી થતાં ફરિયાદ નોંધાઈ

રાપર ખાતે આવેલ કુંભારિયા ગામના સીમ વિસ્તારમાં આવેલ ત્રણ કંપનીની પવનચક્કીમાંથી 29 હજારની મત્તાની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ ગત તા. તા. 7/2 થી 8/2 દરમ્યાન બન્યો હતો. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ ચોરીના બનાવ અંગે વાસણ ગણેશ આહીર દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. નોંધાવેલ ફરિયાદ અનુસાર રાપર તાલુકામાં આવેલ કુંભારિયા ગામની સીમમાં જી.એન.એ. કપંનીની પવનચક્કીઓ આવેલ છે, જે પૈકી જી.એન.એ.-7, જી.એન.એ.-1 તથા જે.જી.સી.ટી.-1માં તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ પવનચક્કીઓમાંથી તસ્કરોએ તાંબાની રિંગ નંગ-30, તાંબાની 16 પ્લેટો, કોપર વાયર 120 મીટર એમ કુલ રૂા. 29,960ની મતાની ચોરી કરી હતી. પોલીસે આ મામલે આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.