ભચાઉ ખાતે આવેલ જુના કટારીયામાં રાતના સમયે થતી રેતી ચોરી ઝડપાઈ : ત્રણ ડમ્પર કરાયા સીઝ

copy image

ભચાઉ ખાતે આવેલ જુના કટારીયામાં નદી વિસ્તારમાં રાતના સમયે રેતીની ચોરી થતી હોવાની ફરિયાદો સામે આવતા આ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. માહિતી મળી રહી છે કે, હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન ત્રણ ડમ્પર અને એક્સકવેટર મશીન સિઝ કરાયા છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર તપાસની ટીમ ભચાઉ ખાતે આવેલ જુના કટારીયામાં પ્રાઇવેટ વાહનમાં આકસ્મિક ચેકીંગમાં હતી તે દરમ્યાન મધ્યરાત્રીના 1:30 વાગ્યે સાદી રેતી ખનીજનું ગેરકાયદે ખનન કરવામાં આવી રહ્યું હતું જેમાં એક એકસકેવેટર હસ્તગત કરવામાં આવેલ છે, અને એક ડમ્પરમાં સાદી રેતી ભરેલી ઉપરાંત બે ડમ્પર આ વિસ્તારમાં સાદી રેતી ખનિજ ભરવા અર્થે ઉભેલ જણાયા હતા જે  ત્રણેય ડમ્પરને સીઝ કરવામાં આવેલ હતા. વધુમાં માહિતી મળી રહી છે કે, આ અંગે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.