ગાગોદર પો.સ્ટે. વિસ્તા૨માંથી ગેરકાયદેસર હથિયા૨ (બંદુક) સાથે આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પુર્વ -કચ્છ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, સ૨હદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી ગેરકાયદેસર હથિયારનાં કેસો શોધી કાઢવા સારૂ જરૂરી સુચના આપેલ હોય જેથી એન.એન.ચુડાસમા ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી. ટીમ ગાગોદર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ભીમદેવકા સીમમાં ખારા વીઘામાં આવેલ ખુલ્લા ખેતરમાથી નીચે જણાવેલ આરોપીને દેશી હાથ બનાવટની સીંગલ બેરલ લાકડાના હાથા વાળી બંદુક સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાગોદર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીનું નામ
(૧) હરેશ કરમશીભાઈ કોલી ઉ.વ. ૨૫ રહે. લીમડીવાંઢ તા.રાપર
(૨) જાનમામદ અલીમામદ સમા ઉ.વ. ૨૯ ૨હે. મોથાડાવાંઢ તા.ભચાઉ
કબ્જે કરેલ મુદ્દામાલ
દેશી હાથ બનાવટની સીંગલ બેરલ લાકડાના હાથા વાળી બંદુક
કિ.રૂ. 2000
મોબાઈલ ફોન નંગ-૧ કિ.રૂ. ૧૦૦૦/-
કુલ કિ. 3000
આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર એન.એન.ચુડાસમા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.