ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન મહિલાનું મોત : હોસ્પિટલે બેદરકારીનો આક્ષેપ નકારી કુદરતી મોત ગણાવ્યું

ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલ ખાતે ગતરોજ ગર્ભાશયની કોથળી સાફ કરાવવા ગયેલી મહિલાનું આચનક મોત થતા મામલો ગરમાયો હતો.હોસ્પિટલના તબીબે ઈન્જેક્શન આપ્યા બાદ મહિલાનું મોત નીપજ્યું હોવાના અક્ષેપો પરિવારના સભ્યોએ કર્યા હતાં.જ્યારે હોસ્પિટલ સંચાલકોએ જણાવ્યું હતું કે તેનું મોત કુદરતી રીતે થયું છે.આ મામલે “એ” ડીવીઝન પોલીસે સ્થળ પર પહોંચી મહિલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચના અયોધ્યાનગરના સ્લમ વિસ્તારમાં રહેતા જાદવભાઈ ચારોલીયા ( દેવી પૂજક ) પોતાના પરિવાર સાથે રહે છે.તેમના લગ્નગાળાના સમયમાં ત્રણ સંતાનો છે.તેમના પત્ની રીના તેમની નણંદ અજંતા સાથે સેવાશ્રમ હોસ્પિટલમાં ગર્ભાશયની કોઠળી સાફ કરાવવા સારૂ ગયેલા હતા.તેમનું ઓપરેશન કરવાનું હોય દાખલ કરવામાં આવ્યા હતાં.જ્યાં તેમને ઈન્જેક્શન મુક્યા બાદ તેની હાલત ગંભીર બની હોવાના આક્ષેપો તેની નણંદ અજંતાબેને મીડિયા સમક્ષ કર્યો હતો.
તબીબ પર બેદરકારીનો આક્ષેપ:ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન મહિલાનું મોત, હોસ્પિટલે બેદરકારીનો આક્ષેપ નકારી કુદરતી મોત ગણાવ્યું

ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલ ખાતે ગતરોજ ગર્ભાશયની કોથળી સાફ કરાવવા ગયેલી મહિલાનું આચનક મોત થતા મામલો ગરમાયો હતો.હોસ્પિટલ ના તબીબે ઈન્જેક્શન આપ્યા બાદ મહિલાનું મોત નીપજ્યું હોવાના અક્ષેપો પરિવારના સભ્યો કર્યા હતાં.જ્યારે હોસ્પિટલ સંચાલકોએ જણાવ્યું કે તેનું કુદરતી મોત થયું છે.આ મામલે એ ડીવીઝન પોલીસે સ્થળ પર પહોંચી મહિલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચના અયોધ્યાનગરના સ્લમ વિસ્તારમાં રહેતા જાદવભાઈ ચારોલીયા ( દેવી પૂજક ) પોતાના પરિવાર સાથે રહે છે.તેમના લગ્નગાળાના સમયમાં ત્રણ સંતાનો છે.તેમના પત્ની રીના તેમની નણંદ અજંતા સાથે સેવાશ્રમ હોસ્પિટલમાં ગર્ભાશયની કોઠળી સાફ કરાવવા સારૂ ગયેલા હતા.ત્તેમનું ઓપરેશન કરવાનું હોય દાખલ કરવામાં આવ્યા હતાં.જ્યાં તેમને ઈન્જેક્શન મુક્યા બાદ તેની હાલત ગંભીર બની હોવાના આક્ષેપો તેની નણંદ અજંતાબેને મીડિયા સમક્ષ કર્યા હતા.
આ બાબતે અજંતાબેને વધુમાં જણાવ્યું હતું કે,મારા ભાભીની હાલત ગંભીર બનતા જ મેં મારા ભાઈને હોસ્પિટલમાં બોલાવ્યો હતો.તે આવતા જ મારા ભાભી રીનાબેનની હાલત ઘણી જ ગંભીર બની હતી.જેથી તબીબોએ તેમને આઇસીયુમાં ખસેડયા હતા.જ્યાં તેઓ ટૂંકી સારવાર બાદ મોતને ભેટ્યા હતા.આ મામલે પરિવારજનોએ હોસ્પિટલના તબીબો પર આક્ષેપો કર્યા હતા કે, તેમની બેદરકારીના કારણે જ મહિલાનું મોત નીપજ્યું છે.જેથી તેઓએ “એ” ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે દોડી આવી અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે સેવાશ્રમ હોસ્પિટલના ટ્રસ્ટી કિરણભાઈ ઠાકોર સાથે મીડિયાએ વાતચીત કરતાં, તેમણે જણાવ્યું હતું કે, હોસ્પિટલની કોઈ પણ બેદરકારીના કારણે આ મહિલાનું મોત નથી થયું, પરંતુ તેને ઓપરેશન થિયેટરમાં લઇ ગયા બાદ કુદરતી રીતે તેનું મોત થયું હતું.જો કે મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે.

રિપોર્ટ બાય:- કેતન મહેતા, ભરૂચ