રાપર ખાતે આયોજિત પશુ પાલકોની બેઠકમાં પાલકોની માંગ સાથે રાપરના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું

રાપર ખાતે પશુ પાલકોની બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું. માહિતી મળી રહી છે કે, રાપર ખાતે આયોજિત પશુ પાલકોની બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ પાલકોની માંગ સાથે રાપરના ચીફ ઓફિસરને બેઠકના અંતે આવેદનપત્ર આપવામાં આવેલ હતું. પાઠવવામા આવેલ આવેદપત્ર અનુસાર પશુ પાલકોની માગ ન સંતોષાય તો ગાંધી ચીંધ્યા માર્ગે જવાની ચીમકી આપવામાં આવેલ હતી. ચીફ ઓફિસરને પાઠવવામા આવેલ આવેદપત્રમાં પશુપાલક વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આઢવાળા તળાવની બંને બાજુ મોટા અવાડા બનાવી આપવા તેમજ 24 કલાક પશુને પાણી મળે એવી વ્યવસ્થા ઊભી કરી આપવા ઉપરાંત તળાવની બાજુમાં મહિલાઓને કપડાં ધોવા માટે અને પશુને પીવાના પાણીની વ્યવસ્થા કરી આપવા માંગ કરાઈ હતી.