અંકલેશ્વરમાં કંપનીઓમાં કાર ભાડે આપવાના બહાને 1.45 કરોડના કૌભાંડમાં કાર્યવાહી

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે કાર ભાડે આપવાના બહાને છેતરપીંડીનો મામલો ડિસેમ્બર 2023 માં નોંધાયો હતો જેમાં કંપનીમાં અને સરકારી કચેરીમાં કાર ભાડે આપવાની લાલચ આપી કાર પડાવી લેવામાં આવી હતી. ભેજાબાજો સામે 1.45 કરોડની કિમંતની 36 કાર સગેવગે કરવાની ફરિયાદ નોંધાઇ હતી. અગાઉ પોલીસે 36માંથી 21 કાર કબજે કરી હતી. જિલ્લાભરમાં ચકચાર મચાવનાર આ કેસમાં મુખ્ય સુત્રધાર સહિત 3 આરોપી હજી પોલીસને ચકમો આપી નાસતા ફરે છે. આ કેસમાં નઇમ નઝીર મુલતાનીનું નામ પણ બહાર આવતાં પોલીસે તેની શોધખોળ આદરી હતી. આરોપી નવસારીના ચીખલી ખાતે પોતાના ધરે હોવાની ચોક્કસ માહિતી મળતા અંકલેશ્વર બી ડિવિઝનની ટીમે દરોડો પાડયો હતો. આરોપીને તેના ઘરેથી ઝડપી લેવાયા બાદ તેની પાસેથી 3 ઇકો કાર, એક બોલેરો અને એક અર્ટિગા સહિત 5 વાહન કબજે લેવાયાં છે.આરોપીને હાલ અંકલેશ્વર ખાતે લાવી તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. બીજી તરફ છેલ્લા 3 મહિનાથી મુખ્ય સુત્રધારને ઝડપી પાડવામાં પોલીસ નિષ્ફળ રહી છે.

*રિપોર્ટ બાય:- કેતન મહેતા, ભરૂચ.