ગેરકાયદે દેશી બંદૂક બનાવવાના કારખાનાના ચકચારી પ્રકરણમાં આરોપી શખ્સનાં ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

copy image

copy image

 સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે દાદુપીર રોડ પર ગેરકાયદે દેશી બંદૂક બનાવવાના કારખાનાના ચકચારી પ્રકરણમાં આરોપી શખ્સનાં ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કારાયાં છે. પ્રાપ્ત વિગતો મુજબ  ગત ગુરુવારના દિવસે  ભુજના દાદુપીર રોડ પર ગેરકાયદેસર દેશી બંદૂક બનાવવાના કારખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. જેમાં આરોપી શખ્સનાં મકાનમાંથી કબ્જે કરવામાં આવેલ હથિયાર બનાવવા સામાન સહિતનાં સાધનો પૈકી તેણે કેટલા હથિયાર બનાવેલ છે તેમજ અન્ય સામગ્રી કોની પાસેથી મેળવી છે તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત છેલ્લા ચાર-પાંચ વર્ષથી  ચાલતા આ કારખાનામાં તેણે અત્યાર સુધી કેટલાં હથિયારો તૈયાર કર્યા છે અને કોને-કોને વેચ્યા છે તે સહિતની તપાસ હાથ ધરવામાં આવેલ હતી.આ દરમ્યાન માહિતી મળી રહી છે કે, હાલમાં જ આ ચકચારી કેસમાં આરોપી શખ્સને ત્રણ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવેલ હતો, જેમાં આરોપી ઈશમના ત્રણ દિવસના રીમાંડ કોર્ટે મંજૂર કર્યા છે.