ભુજ શહેરમાં મેડિકલ એજન્સીમાં તંત્રની રેઈડ : 1.80 લાખની દવા સિઝ
સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે, ભુજ શહેરમાં આવેલ આરટીઓ વિસ્તારમાં મેડિકલ ટ્રેડર્સ પેઢીમાં તપાસ દરમિયાન 1.80 લાખની દવા સિઝ કરવામાં આવેલ છે. ઉપરાંત તેમના નમૂના તપાસ માટે વડોદરાની લેબોરેટરીમાં મોકલવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ અમદાવાદમાં લાયસન્સ વગર ગેરકાયદે એન્ટીબાયોટીક દવા બનાવતી ફેક્ટરી ઝડપાઇ હતી ત્યાર બાદમાં આ ફેકટરીમાંથી રાજ્યમાં અલગ અલગ સ્થળોએ માલ મોકલવામાં આવેલ હોવાનું સામે આવતા ભુજમાં આરટીઓ વિસ્તારમાં સ્થિત તારા મેડિકલ એજન્સીમાં આ દવાનો જથ્થો મોકલવામાં આવેલ હોવાનું સામે આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી જેમાં, આ બેચનો 1.80 લાખનો જથ્થો મળી આવતા સીઝ કરાયો છે ઉપરાંત આ દવાનું વેચાણ બંધ કરાવી દેવામાં આવેલ છે.આ મામલે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.