અંકલેશ્વરની ગાયત્રી કેમ સિથ પ્રા.લી. માં ટ્રકમાં માલ લોર્ડ કરતી વખતે આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી : ૮ ફાયર ફાયટરો ઘટનાસ્થળે દોડી આવ્યા
અંકલેશ્વરની ગાયત્રી કેમસિથ પ્રા.લી. માં ટ્રકમાં માલ લોર્ડ કરતી વખતે આગ લાગતા કામદારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.બનાવની.જાણ થતાં જ ૮ જેટલા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવવાની કવાયત હાથ ધરી છે.
અંકલેશ્વરમાં આવેલી ગાયત્રી કેમસિથ પ્રા.લીમીટેડ કંપનીમાં એક ટ્રકમાં માલ સામાન ભરતી વખતે અચાનક આગ ભભૂકી ઉઠતાં કંપનીના કામદારોમાં દોડધામ મચી ગઈ હતી.જોત જોતામાં આગ કંપનીમાં રહેલા મિથાઇલ એસિટીક નામના સોલવન્ટના જથ્થો પણ આગની ચપેટ માં આવ્યો હતો.આગની જાણ અંકલેશ્વર,પાનોલી DPMC અને આસપાસની અન્ય કંપનીને કરવામાં આવતા ૮ જેટલા ફાયર ટેન્ડરોના લાશ્કરો ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવવાની કવાયત શરુ કરી હતી. આગની જાણ થતા જ તાલુકા ડિઝાસ્ટર અને પોલીસ સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો છે.
અંકલેશ્વર જીઆઇડીસીની ગાયત્રી કેમસિથ કંપનીમાં મિથાઇલ એસિટીક નામના સોલ્વન્ટનો જથ્થો ટ્રકમાં ભરવામાં આવી રહ્યો હતો તે સમય દરમિયાન આગ ભભુકી ઉઠી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ટ્રક સાથે કંપનીના પ્લાન્ટ ને ચપેટમાં લઈ લીધો હતો. જ્વલનશીલ એવા મિથાઇલ એસિટીકના વિપુલ જથ્થાને લઇ આગ વિકરાળ બની હતી. ડીપીએમસીની ફાયર ટીમ સ્થળ પર દોડી આવી હતી. જો કે આગ વધુ ફેલાતા અન્ય ફાયર ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી અંદાજે દોઢ કલાકની ભારે જહેમત બાદ કાબુ મેળવાયો હતો.
રિપોર્ટ બાય:- કેતન મહેતા, ભરૂચ