ભુજ શહેરના રાજેન્દ્ર બાગના સૂકાયેલા ઝાડને કાપીને હમીરસર તળાવમાં ફેંકી દેવામાં આવતા જાગૃત નાગરિકોમાં નારાજગીનો માહોલ

copy image

ભૂજ શહેરમાં આવેલ રાજેન્દ્ર બાગના સૂકાયેલા ઝાડને કાપીને હમીરસર તળાવમાં ફેંકી દેવામાં આવતા જાગૃત નાગરિકોમાં   નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સૂત્રો દ્વારા માહીતી મળી રહી છે કે,     ભુજ શહેરમાં આવેલ રાજેન્દ્ર બાગ જેવા મનમોહન સ્થળની     હાલત દિન પ્રતિદિન ખરાબ થતી જોવા મળી રહી છે.   પ્રાપ્ત વિગતો મુજબ  થોડા સમય પૂર્વે રાજેન્દ્ર બાગનું  રિનોવેશન કામ શરૂ કરવામાં આવેલ હતું.  પરંતુ કોઈ કારણોસર એ કામગીરી બંધ પડી ગય હતી. આ બાગમાના સુકાયેલા ઝાડને કાપીને હમીરસર તળાવમાં જ ફેંકી દેવામાં આવતા લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી હતી. વધુમાં જણાઈ રહ્યું છે કે,  આ  બાગનું રિનોવેશન સત્વરે  કરવામાં આવે અને કામ પૂરું ન થાય ત્યાં સુધી રાજેન્દ્ર બાગમાં પ્રવેશ બંધ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.