મોડસર ખાતે આવેલ ચાઇનાક્લેની ફેક્ટરીમાં મધ્યપ્રદેશના 17 વર્ષીય તરૂણનું જેસીબી તળે કચડાઈ જવાથી મોત
copy image

મોડસર ખાતે આવેલ ચાઇનાક્લેની ફેક્ટરીમાં મધ્યપ્રદેશનો 17 વર્ષીય તરૂણનું જેસીબી તળે કચડાઈ જવાથી ગંભીર ઇજાઓના કારણે મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ મોડસરમાં આવેલી શિવ ક્લે નામની ચાઇનાક્લેની ફેક્ટરીમાં કામ કરતી રિનુબેનને મધ્યપ્રદેશથી મળવા આવેલો 17 વર્ષીય તરૂણ ચંબુ પગલા પારાધી જેસીબી તળે ચગદાઇ ગયેલ હતો. ગત દિવસે આ સાંજે ફેક્ટરીમાં જેસીબી લોડર માલ હટાવતું હતું તે દરમ્યાન રિવર્સ આવતા જેસીબી તળે આ તરુણ આવી જતાં ઘાયલ થયો હતો. બનાવની જાણ થતાં આ તરુણને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.