મોડેસર ફેક્ટરીમાં જેસીબી લોડરની હડફેટે આવતા એક યુવકનું મોત


ભુજ તાલુકાના મોડસર માટીની ફેક્ટરીમાં કામ કરતા યુવકનું જેસીબી લોડરની હડફેટે આવતા મોત નીપજયું. ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ ખાતેની પોલીસ ચોકી સમક્ષ લખાવાયેલ માહિતી મુજબ, શિવક્લે ફેક્ટરીમાં જેસીબી લોડર દ્વારા માલ હટાવવાનું કામ ચાલુ હતું. આ દરમિયાન લોડર રિવર્સમાં આવતાં ફેક્ટરીમાં કામ કરતા હતભાગી યુવક તેની હડફેટે આવી ગયો અને ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર અંગે તાત્કાલિક હોસ્પિટલે ખસેડાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો .