ડિવાઇડર સાથે અથડાતાં 16 વર્ષીય કિશોરનું મોત

ભુજ ના આત્મારામ રિંગરોડ પર બાઈક ડિવાઇડર સાથે ટકરાતાં 16 વર્ષીય કિશોરનું ગંભીર ઈજાને પગલે મોત થયું , જ્યારે એકને ઈજાઓ પહોંચી હતી. ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતેની પોલીસ ચોકીમાં મળેલ વિગતો અનુસાર, હતભાગી કિશોર અને તેનો ભાઈ મોટરસાઈકલથી ઘરે આવી રહ્યા હતા.ત્યારે બાઈક ડિવાઈડર સાથે અથડાઇ જેમાં 16 વર્ષીય કિશોરને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બંનેને સારવાર માટે તાત્કાલિક એકોર્ડ હોસ્પિટલ ખસેડાયા હતા, ત્યાંથી જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવાતાં ફરજ પરના તબીબે કિશોરને મૃત જાહેર કર્યો હતો.