પાનોલી GIDCની હિન્દુસ્તાન M-I સ્કોવ લિમિટેડ કંપનીના સ્ટોરેજ વિભાગમાં લાગેલી ભીષણ આગ, સદનસીબે કોઈ જાનહાનિ નહિ

પાનોલીની હિન્દુસ્તાન કંપનીમાં સાંજના સમયે રો મટીરીયલ સ્ટોરેજ વિસ્તારમાં રહેલા રાસાયણિક જથ્થામાં આગ લાગી હતી.પાનોલી ફાયર તેમજ અંકલેશ્વર ડીપીએમસી ફાયરના 4 થી વધુ ફાયર ટેન્ડર વડે આગ બુઝાવવાની કામે લાગ્યા હતા. જોકે શોર્ટ સર્કિટ કે અન્ય કારણોસર આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.
પાનોલી જીઆઇડીસીમાં બાકરોલ બ્રિજને અડીને આવેલી હિન્દુસ્તાન એમ-આઈ સ્કોવ લિમિટેડ કંપનીમાં સ્ટોરેજ વિભાગમાં જ્યાં વિપુલ માત્રા રાસાયણિક જથ્થો સ્ટોરેજ કરવામાં આવ્યો હતો.જેમાં અચાનક કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આ આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની ચપેટમાં આખા સ્ટોરેજ વિભાગ આવી ગયો હતો. કંપનીમાં મેનેજમેન્ટ અને સિક્યુરિટી વિભાગ દ્વારા પાનોલી ફાયરને જાણ કરતા 3 ફાયર ટેન્ડર સાથે કાફલો સ્થળ પર ધસી આવ્યો હતો.
આગ વધુ વિકરાળ હોવાથી ડીપીએમસીની ટીમ પણ સ્થળ પર પહોંચી આગ બુઝાવા માટે પ્રક્રિયા શરુ કરી હતી. સતત પાણી મારો અને ફોર્મ વડે આગ બુઝાવા માટે જહેમત ઉઠાવી હતી.ત્યારે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે.જોકે ભારે જહેમત આગ પર ફાયર ટીમોએ કાબુ મેળવ્યો હતો.આગની જાણ થતાં GPCB સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતાં.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ