સુરતાના કતારગામ વિસ્તારમાં પ્રેમનો કરુણ અંજામ

એક યુવતીને પ્રેમ કરવા માટે મોતની સજા મળી .શંકાશીલ પ્રેમીએ પોતાની સુતેલી પ્રેમીકા પર કેરોસીન છાંટીને સળગાવી દીધી. આ બનાવ અંગે પોલીસે હત્યારા પ્રેમીની ધરપકડ કરી.મળતી વિગતો અનુસાર, કતારગામ લલિતાચોકડી પાસે પ્રેમીએ પોતાની જ પ્રેમીકાની હત્યા કરી નાખ્યાના બનાવથી ચકચાર મચી ગઈ છે,આ બનાવ માં પ્રેમીને છેલ્લા કેટલાક સમયથી પોતાની પ્રેમીકા પર શંકા હતી કે પ્રેમીકાને અન્ય સાથે પણ પ્રેમ સંબંધો છે તેવી શંકા જતાં પ્રેમીએઆક્રોશમાં આવીને પોતાની પ્રેમીકા પર કેરોસીન છાંટીને સળગાવી દીધી વધુ માં જણાઈ રહ્યું છે કે ગઈકાલે રાત્રિના 2.00 વાગ્યાની આસપાસ પ્રેમીને આ મોકો મલ્યો ત્યારે તેણે પ્રેમિકાને સળગાવવાનો પ્લાન કર્યો. છેલ્લા 8 વર્ષથી તે પ્રેમિકા સાથે પ્રેમ સંબંધમાં હતો.તેણે બનાવેલ પ્લાન મુજબ , રાત્રિના અરસામાં ક્યાંકથી કેરોસીન લાવીને પોતાની પ્રેમિકા જ્યારે સૂતી ત્યારે તેની પર કેરોસીન છાંટીને તેને સળગાવી દીધી. પ્રેમિકાને જ્યારે સળગાવી ત્યારે પહેલા તો આ બનાવ આગની લાગી પરંતુ ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ કરતા આ બનાવ હત્યાની હોવાનું બહાર આવેલ છે.