ભચાઉમાં ગત રાત્રે તળાવની પાળ ઉપરની ઝાડીમાં 600-700 મીટર દૂર સુધીના વિસ્તારમાં આગ ભભૂકી

copy image

ભચાઉના વોંધડા ગામે ગત રાત્રે તળાવની પાળ ઉપરની ઝાડીમાં આગ ભભૂકી ઉઠી હતી. જોત જોતા આગની જ્વાળાઓ 700 મીટર સુધીના વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. સ્થાનિક ગ્રામજનોની ભીડ બેકાબુ બનેલ બનાવના પગલે ઘટના સ્થળે ઉમટી હતી તેમજ આ ઘટના અંગેની જાણ ભચાઉ નગર પાલિકા ફાયર ટીમને કરાઇ હતી. ફાયર ટીમ દ્વારા સતત ત્રણ કલાક સુધી આગ પર પાણીનો માર મારી આગમાં કાબુ મેળવ્યો હતો.ભચાઉના વોંધડા ગામે તળાવની પાળ ઉપર મોટી આગ લાગી હતી. મોડી રાત્રે લાગેલી આગ લગભગ 600 થી 700 મીટર દૂર સુધીમાં ફેલાઈ હતી.ઘટના સમયે ભચાઉ નગર પાલિકા ફાયર ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચીને સતત 3 કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.