ભુજના હમીસર તળાવની પાવડી નજીક એક યુવક ડૂબ્યો: ફાયર ટિમ દ્વારા તત્કાલીલ રેસક્યું કરાયો

copy image

copy image

ભુજ શહેરના હમીરસર તળાવમાં એક યુવક પડી ગયો હતો. આ બનાવ અંગેની જાણ આસપાસના લોકોને થતા તેઓએ ડૂબી રહેલા યુવક પાસે રસ્સી ફેંકી ગ્રીલમાં બાંધી દીધી ત્યારબાદ પોલીસ અને ફાયર વિભાગને બોલાવ્યા  હતા. તેના પગલે તાત્કાલિક પહોંચી ગયેલ ફાયર ટીમેં બચાવની કામગીરી કરી યુવકને રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર ખસેડયો હતો. પાણીમાં પડેલ યુવક ને પ્રાથમિક સારવાર અંગે 108 મારફતે જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો છે .સ્થાનિકોએ જણાવ્યું હતું કે  પોલીસ અને ફાયરની સમયસરની કામગીરીના કારણે યુવકનો જીવ બચી શક્યો.આજે બપોરે હમીસર તળાવની પાવડી પાસે અજાણ્યો યુવક કોઈ કારણોસર પાણીમાં  પડી ગયો હતો, જેની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરની ટીમ તાત્કાલિક ધટના સ્થળે પોહચી હતી. ફાયર સ્ટાફ અને પોલીસ દ્વારા ફર્સ્ટ એઇડ ટ્રીટમેન્ટ આપી વધુ સારવાર માટે 108 મારફતે તાત્કાલિકહોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો.વધુમાં લોકોએ યુવક  માનસિક અસ્વસ્થ જાણતો હોવાનું કહ્યું હતું. ફાયર સ્ટાફના પ્રદ્યુમનસિંહ જાડેજા, યશપાલસિંહ વાઘેલા,રક્ષિત ઢોલરીયા, તેમજ ટ્રેની સ્ટાફ જોડાયા હતા