ભુજ શહેર બી ડિવિઝન પો.સ્ટે.માં દાખલ થયેલ ગુનામાં રિમાન્ડ પરના આરોપીએ ગેરકાયદેસર બનાવી આપેલ દેશી બનાવટની ૧૨ બોર બંદુક શોધી આ બંદુક રાખનાર ઇસમને નખત્રાણા તાલુકાના ફુલાય ખાતેથી ઝડપી પાડતી એસ.ઓ.જી., પશ્ચિમ કચ્છ- ભુજ

અધિક પોલીસ મહાનિદેશક સાહેબશ્રી, એ.ટી.એસ., ગુજરાત રાજ્ય, અમદાવાદ નાઓ દ્વારા અગ્નિશસ્ત્રોની ગેરકાયદેસર પ્રવૃતિને અટકાવવા તેમજ ગેરકાયદેસર અગ્નિશસોની હેરફેર, વેચાણ, સંપાદન, ઉપયોગ, મરમત કરવા સંબંધેના દાખલ થતાં ગુનાઓની ઝિણવટભરી તપાસ કરી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવેલ હોય જે અન્વયે શ્રી જે.આર.મોથાલીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ અગ્નિશસ્ત્રોની ગેરકાયદેસર પ્રવૃતિ સાથે જોડાયેલ ઇસમો વિરૂધ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જે અન્વયે એસ.ઓ.જી., ભુજ દ્વારા ગઇ તા.૧૫/૦૨/૨૦૨૪ ના રોજ ભુજ શહેરમાં આવેલ ભીડગેટ બહાર, દાદુપીર રોડ ખાતેથી આરોપી અનસ ઉમર લુહારના કબ્જા-ભોગવટાના રહેણાંક મકાનના રસોડામાંથી અગ્નિશસ્ત્રો બનાવવાની સામગ્રી તથા જીવતા કારતુસ મળી કુલ્લે કિ.રૂ.૬૬૬૦/- નો મુદામાલ મળી આવેલ જે અન્વયે ભુજ શહેર બી ડિવિઝન પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૫૦૪૩૨૪૦૧૪૧/૨૦૨૪, આર્મ્સ એકટ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવેલ આરોપીનાં દિન ત્રણનાં પોલીસ કસ્ટડીનાં રિમાન્ડ મળતા અને એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.વી.ભોલા તથા તપાસ કરનાર અમલદાર પો.સબ.ઇન્સ પી.પી.ગોહિલ સાહેબનાઓ દ્રારા ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહેલ હોય, દરમ્યાન રિમાન્ડ ઉપરનાં આરોપી અનસની તમામ એંગલોથી ઝિણવટભરી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં આરોપીએ એક ગેરકાયદેસર દેશી બનાવટની ૧૨ બોર બંદુક બનાવી બાસીત મુતવા રહે. ફુલાય(છારી), તા.નખત્રાણા વાળાને રૂ.૭,૦૦૦/- 000/- માં વેચેલ હોવાનું જણાવતા જે અન્વયે જરૂરી વર્કઆઉટ કરી બાસીત મનગુરીયા મુતવાને શોધી કાઢી તપાસ કરતા આરોપી અનસ ઉમર લુહારે પોતાને એક દેશી બનાવટની ૧૨ બોર બંદુક ત્રણેક વર્ષ પહેલા ગેરકાયદેસર રીતે બનાવી પોતાને વેચાણથી આપેલ હોવાનું જણાવેલ જે બંદુક પોતાના કબ્જા- ભોગવટાના વાડામાં રાખેલ હોવાનું જણાવી રજુ કરતા જે ગેરકાયદેસર દેશી બનાવટની ૧૨ બોર બંદુક (અગ્નિશસ્ત્ર) જેની કિ.રૂ. ૨૦૦૦/- ની કબ્જે કરવામાં આવેલ છે અને મજકુર આરોપીઓ વિરૂધ્ધ નિરોણા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ હેઠળ અલાયદો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.