ગાંધીધામમાંથી ફરી એક વખત જાહેરમાં આંકડો લેતા શખ્સને પોલીસે ઝડપ્યો
copy image

ગાંધીધામમાં ફરી એક વખત પોલીસે જાહેરમાં આંકડો લેતા શખ્સને પકડી પાડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગાંધીધામ ખાતે આવેલ ઝંડાચોક વિસ્તારમાં જાહેરમાં લોકો પાસેથી આંકડો લેનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. ગાંધીધામમાં આવેલ ઝંડાચોક નજીક સાઉથ ઇન્ડિયન ઇડલી સાંભારની લારીવાળો ગત દિવસે બપોરના સમયે પોતાની લારીએ હાજર હતો. અને લોકો પાસેથી આંકડા લઇ પેન વડે કાગળમાં લખી રહ્યો હતો તે દરમ્યાન અચાનક પોલીસ ત્રાટકી હતી અને આ શખ્સને ઝડપ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી રોકડ રૂા. 2940 કબ્જે કર્યા હતા. પોલીસે રોકડ સહિત તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.