ગાંધીધામ ખાતે આવેલ પડાણા નજીકથી 10 હજારની રોકડ સાથે ચાર જુગારપ્રેમીઓ ઝડપાયા
copy image

ગાંધીધામ ખાતે આવેલ પડાણા નજીકથી રૂપિયાની હાર જીતનો જુગાર રમતા ચાર ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગાંધીધામ ખાતે આવેલ પડાણા નજીક બાવળની ઝાડીઓમાં પત્તા ટીંચતા ચાર જુગારપ્રેમીઓને પોલીસે 10 હજારની રોકડ સાથે ઝડપી પાડ્યા છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ પડાણા નજીક આવેલ પંચરત્ન કોમ્પ્લેક્સ પાછળ સીતારામ ટિમ્બર પાસે બાવળની ઝાડીમાં અમુક શખ્સો જુગાર રમી રહ્યા હતા તે દરમ્યાન અચાનક આવેલી પોલીસે જુગાર રમતા ચાર શખ્સોને રોકડ રૂપિયા 10,500 સાથે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.