માંડવી ખાતે આવેલ લાયજામાં એક બંધ ઘરમાંથી માત્ર બે જ કલાકની અંદર 4.83 લાખની માલમત્તાની ઉઠાંતરી

માંડવી ખાતે આવેલ લાયજામાં એક બંધ ઘરમાંથી માત્ર બે જ કલાકની અંદર 4.83 લાખની માલમત્તાની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર માંડવી ખાતે આવેલ લાયજામાં  રોડ પર પશુ દવાખાના સામે આવેલ ઘરમાં ગત રાત્રે તસ્કરોએ ખાતર પાડ્યું હતું. આ મામલે નોંધાવેલ ફરિયાદ અનુસાર આ બનાવ તા. 18/2ના રાતે 8 થી 10 વાગ્યા દરમ્યાન બન્યો હતો. ફરિયાદીના લાયજા રોડ સ્થિત  બંધ મકાનની ઓસરીના લાકડાના દરવાજાની સ્ટોપર તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. ત્યાર બાદમાં રૂમની અંદર  આવેલ લાકડાની તિજોરીમાં પડેલા લોખંડના ડિજિટલ લોકર ઉઠાવી ગયા હતા.પ્રાપ્ત વિગતો મુજબ આ લોકરમાં સોના અને ચાંદીના કુલ રૂા. 4,83,200ના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.