માંડવી ખાતે આવેલ રાજપરની ચાર વાડીમાંથી કુલ રૂા. 22 હજારના કોપર વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

માંડવી ખાતે આવેલ રાજપરની ચાર વાડીમાંથી કુલ રૂા. 22,220ના કોપર વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.  આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ ચોરીના બનાવ અંગે રાજપરના પરબતભાઇ પુનાભાઇ આયર દ્વારા  ગઢશીશા પોલીસ મથકે  ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા.18/2ના રાતથી બીજા દિવસે સવારના સમયગાળા દરમ્યાન ફરિયાદીની ગઢશીશા રોડ પર આવેલ વાડીમાંથી  બોરથી ઓરડી સુધીનો 110 મીટર કોપર વાયરની  કોઈ ચોર ઈશમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવતા આજુબાજુની અન્ય ત્રણ વાળીમાંથી પણ વાયરની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ આ ચાર વાળીમાંથી કુલ 22,220ના  કોપર વાયરની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ અંગે અજાણ્યા ચોર ઈશમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.