કરોડોના હેરોઈનના ચકચારી કેસમાં સામેલ આરોપી પોલીસ કસ્ટડીમાંથી થયો ફરાર

copy image

copy image

હાલમાં જ કંડલા હાઈવે પર કરોડો રૂપિયાનું હેરોઈન કબ્જે કરવામાં આવેલ હતું.   તે કટૅનરોના ભાગતા ફરતા આરોપી શખ્સને તે સમયે પંજાબથી ઝડપી લીધા બાદ પાલારા જેલ હવાલે કરવામાં આવેલ હતો. ત્યારે તેને અમૃતસરમાં અદાલત મુદ્દતે લઇ જવામાં આવેલ હતો, જ્યાં પરત આવતા સમયે એ ભાગી ગયો હતો. જે આજે ત્રણ દિવસ બાદ પણ પોલીસના હાથમાં આવ્યો નથી. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ઉત્તરાખંડ બેઝ્ડ બાલાજી ટ્રેડર્સ કંપનીએ નવેમ્બર, 2021માં જીપ્સમ પાવડર હોવાનું ડિક્લેર કરીને  પરત આવતા સમયે ભુજ પોલીસની કસ્ટડીમાંથી ભાગી જવામાં સફળ રહ્યો હતો.

આ મામલે વધુમાં સૂત્રે દ્વારા મળતી માહિતી અનુસાર ઉત્તરાખંડ બેઝ્ડ બાલાજી ટ્રેડર્સ કંપનીએ નવેમ્બર, 2021માં જીપ્સમ પાવડર હોવાનું ડિક્લેર કરીને ઈરાનના બંદર અબ્બાસ પોર્ટથી કંડલા પોર્ટ પર 17 કન્ટેનર આયાત કરેલ હતા. જેમાં રહેલા 394 એમટી કુલ વજન ધરાવતી 10,318 બેગની તપાસ હાથ ધરવામાં આવતા તેમાંથી અત્યાર સુધીમાં 205.6 કિલો હેરોઈન મળી આવ્યું છે, જેની બજાર કિંમત 1439 કરોડ (સંભવિત)છે. આ કોરડોના ચકચારી પ્રકરણમાં નાસતા ફરતા આયાતકાર આરોપી શખ્સને પંજાબના નાના ગામથી ઝડપી પાડવામાં આવેલ હતો. જે  પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયો છે. પંજાબમાં 200 કિલો ડ્રગ્સના કેસમાં કોર્ટમાં હાજરી આપવા ગયેલ હતા જે બંડાલા ગામ નજીક ઢાબામાં જમવા ઉભા રહ્યા તે દરમ્યાન આરોપીની હથકડી ખોલી નખાયેલી, ત્યારબાદ આરોપી શખ્સ શૌચાલય જવાના બહાને ફરાર થઈ ગયો હતો.