ગાંધીધામ ખાતે આવેલ શિણાય ગામના રહેણાંક મકાનમાંથી 81 હજારનો દારૂ ઝડપાયો : આરોપી ફરાર

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ શિણાય ગામના સીમ વિસ્તારમાં આવેલ અંબાજી સોસાયટીના મકાનમાંથી 81 હજારની કુલ 108 શરાબની બોટલ પોલીસે ઝડપી પાડી છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર પૂર્વ કચ્છ એલસીબીની ટીમ    ગત દિવસે બપોરના સમયે અંતરજાળ બાજુ ડ્યૂટી પર હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, શિણાય રોડ અંબાજી સોસાયટી ફેસ-બેમાં રહેનાર શખ્સે પોતાના કબ્જામાં વેચાણ અર્થે દારૂ રાખેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી વાળા સ્થળ પર દરોડો પાડી આ સ્થળેથી કુલ  108 શરાબની બોટલ તથા રોયલ ચેલેન્જ 180 એમએલના 432 કવાર્ટર એમ કુલ રૂ.81,000નો શરાબ ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સ હાજર મળ્યો ન હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી શખ્સને પકડી પાડવા આગળની વધુ તપાસ હાથ ધરી છે.