ચોબારીના પ્રવેશદ્વારમાં ઓવરલોડ ટ્રક અથડાતાં પ્રવેશદ્વાર તૂટ્યું : ગાડી અટકી જતાં મોટી દુર્ઘટના ટળી
વર્ષ 2001ના વિનાશક ભૂકંપ બાદ ચોબારીમાં માત્ર એક જ પ્રવેશદ્વાર બચ્યું હતું જે ટ્રક અથડાતાં ધ્વસ્ત થયું છે. 2001ના ભૂકંપમાં ચોબારીમાં ભારે નુકસાની સર્જાઈ હતી. પરંતુ એકમાત્ર ગામનો કબીર નગર ગેટ સલામત રહ્યો હતો. ત્યારે સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ગત દિવસે સરવારના સમયે ભારે માલ ભરેલી ઓવરલોડ ટ્રક ગામમાં આવેલ જે ટ્રકમાં ખુબ ઊંચે સુધી માલ ભરલો હતો. વહેલી સવારે ટ્રકે ગામમાં પ્રવેશતાંની સાથે જ ચાલકે પુરઝડપે વાહન ચલાવતા ચાલકની બેદરકારીના કારણે ગાડી ગેટમાં ફસાઈ જતા ગેટ તૂટ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે, ગાડી અટકી જતાં મોટી દુર્ઘટના ટળી હતી.