જેલમાંથી મોબાઈલ મળવાનો સિલસિલો યથાવત : પાલારા જેલમાંથી વધુ એક વખત બે મોબાઈલ મળી આવ્યા

જેલમાંથી મોબાઈલ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે, વધુ એક વખત પાલારા જેલમાંથી બે મોબાઈલ મળી આવતા ચકચાર પ્રસરી છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પલારા જેલમાં હાથ ધરવામાં આવેલ તપાસ દરમ્યાન જેલના સર્કલ નં.2, યાર્ડ નં.11માં બેરેક નં. 9 નજીક આવેલા બાથરૂમ અંદર આવેલી ગટરમાં ત્રણ ફૂટ ઊંડા ખાડામાં છુપાવીને રાખવામા આવેલ બે મોબાઈલ મળી આવેલ હતા. જેલમાથી અવારનવાર મોબાઈલ મળવાના કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે આ મામલે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.