રાપરમાં બાળકીની છેળતી કરનાર રાજકોટના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

રાપરમાં બાળકી સાથે દુર્વ્યવહાર કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ રાપરમાં એક બાળકીને રૂમમાં બંધ કરી શારીરિક અડપલાં કરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે નોંધાવેલ ફરિયાદ અનુસાર આ બનાવ રાપરના ઓસવાળ ભુવનમાં ગત તા. 20/2ના રાત્રિના સમયે બન્યો હતો. આ સમયે રાજકોટનો આરોપી ઈશમ અહીં આવેલ અને બાદમાં એક બાળકીને લાલચ ફસાવી રૂમમાં લઈ જઈ રૂમ બંધ કર્યો હતો અને છેડતી કરી શારીરિક અડપલાં કર્યાં હતાં. આ બનાવ અંગે જાણ થતાં આરોપી ઈશમ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે નોંધાવેલ ફરિયાદ અનુસાર પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.