મુંદ્રા ખાતે આવેલ ગુંદાલા નજીક બાઈક અને કાર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 36 વર્ષીય મહિલાનું મોત
copy image

મુંદ્રા ખાતે આવેલ ગુંદાલા નજીક બાઈક અને કાર વચ્ચે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં 36 વર્ષીય મહિલાનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર મુંદ્રા ખાતે આવેલ ગુંદાલા નજીક ગ્રેવિટી કંપની પાસે આ અકસ્માત સર્જાયો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગુંદાલાની હતભાગી મહિલા ગ્રેવિટી કંપનીમાં કામ કરતાં હતા જેઓ નોકરી પૂર્ણ થયા બાદ તે ઘર જવા બાઇક પર નીકળેલા હતા. તે દરમ્યાન આ બાઈકની ટક્કર કિઆ કાર સાથે થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં આ મહિલાનુ મોત નીપજયું હતું. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.