અંજાર ખાતે આવેલ વરસામેડી નજીક બુકાનીધારી શખ્સે છરીની અણીએ મચાવી લૂંટ : બે યુવાનો પાસેથી પૈસાની લૂંટ આચરી થયો ફરાર

copy image

copy image

 અંજાર ખાતે આવેલ વરસામેડી નજીક એક જ સ્થળેથી બે યુવાન પાસેથી કોઈ બુકાનીધારી શખ્સ રોકડ 8 હજારની લૂંટ આંચરી નાસી છૂટ્યો હતો. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર અંજાર ખાતે આવેલ વરસામેડીની વેલસ્પન  કંપની સામે આવેલ એટીએમમાં કોઈ બુકાનીધારી શખ્સે બે યુવાનો પાસેથી લૂંટ મચાવી હતી.  પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.12/2ના રાતના સમયે વરસામેડી સીમમાં આવેલી જી. આર. ઇન્ફ્રાટેક કંપનીમાં સુપરવાઈઝર તરીકે કામ કરતા  ફિટું  નાઝિર હુશૈન શેખ તેની સાથે કામ કરતા વ્યક્તિનું એટીએમ લઇ વેલસ્પન કંપની સામે આવેલા એક્સીસ બેન્કના  ATM માંથી નાણાં કઢાવવા ગયેલ હતા. તેઓએ   રૂ. 3000 હજાર કાઢી પરત ફર્યા તે દરમ્યાન કોઈ અજાણ્યો બુકાનીધારી  શખ્સ  ત્યાં  આવી પહોંચેલ અને છરીની અણીએ લૂંટ મચાવી પલાયન થઈ ગયો હતો. વધુમાં માહીતી મળી રહી છે કે આ જ બુકાનીધારી શખ્સે ગત તા.18/2ના એ જ એટીએમ મશીનમાં અન્ય કોઈ પૈસા કાઢવા આવેલ યુવાન પાસેથી છરીની અણીએ રૂ.5000ની લૂંટ મચાવી હતી. આ બંને લૂંટના બનાવ અંગે ફરિયાદ નોંધાવવામાં આવતા. પોલીસે નોંધાવેલ ફરિયાદના આધારે આગળની વધુ તપાસ હાથ ધરી છે.