અંજાર ખાતે આવેલ વરસામેડી સ્થિત કંપનીમાંથી 22 હજારના વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

અંજાર ખાતે આવેલ વરસામેડી સ્થિત કંપનીમાંથી 22 હજારના વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ બનાવ ગત દિવસે સવારના અરસામાં બન્યો હતો.   આ બનાવ અંગે પરેશ લાલજી તોગડિયા  દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પ્રાપ્ત વિગતો મુજબ અંજાર તાલુકામાં આવેલ વરસામેડી સ્થિત વેલસ્પન કંપનીના ડબલ્યુ.એન.એલ. પ્લાન્ટના  સ્ટોર રૂમમાં ઇન્ટરનેટના વાયરના  ત્રણ બોક્સ  રાખેલ હતા. અને ત્યાર બાદમાં આ રૂમને તાળું મારી ફરિયાદી ઘરે ગયેલ હતા અને ત્યાર બાદમાં ગત દિવસે સવારના પ્લાન્ટમાં આવતાં સ્ટોર રૂમનાં તાળાં તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા.  આ અંગે વધુ તપાસ હાથ ધરતા આ કંપનીમાંથી કુલ કિ.22,875નો 915 મીટર ઇન્ટરનેટનો વાયરની તસ્કરી કરી ચોર ઈશમો ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે નોંધાવેલ ફરિયાદના આધારે આગળની વધુ તપાસ હાથ ધરી  છે.