ભચાઉ સામખિયાળી ધોરીમાર્ગ પર લોમડી મૃત હાલતમાં મળી આવતા ચકચાર
સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ભચાઉ સામખિયાળી વચ્ચે વન્ય જંગલી પ્રાણી મૃત હાલતમાં મળી આવેલ હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉ સામખિયાળી ધોરીમાર્ગ પર મહામુલા વન્ય જંગલી પ્રાણી મૃત હાલતમાં મળી આવેલ છે. અકસ્માતે વાહનની અડફેટે આવી જવાના કારણે આ વન્ય પ્રાણીનું મોત થયું હોવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. વધુમાં પ્રાપ્ત થતી માહિતી મુજબ કચ્છમાં અવારનવાર વન્ય પ્રાણીઓ મૃત હાલતમાં મળવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. આ બનાવના પગલે જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી અનુભવાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.