જેતપુર ખાતે આવેલ સરધારપુરમાંથી 16 વર્ષની સગીરાનું અપહરણ
copy image

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, જેતપુર ખાતે આવેલ સરધારપુરમાંથી 16 વર્ષની સગીરાનું અપહરણ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ ચકચારી બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ફરિયાદીની 16 વર્ષની સગીર પુત્રી ઘરે હતી તે દરમ્યાન આરોપી ઈશમે તેને લગ્નની લાલચ આપી ઘર પાસેથી અપહરણ કરી ભગાડીને લઈ ગયેલ હતો. બાદમાં ફરિયાદીની પુત્રી મોડે સુધી ઘરે પરત ન ફરતાં તેની શોધખોળ કરવામાં આવી હતી.ત્યાર બાદમાં વધુ તપાસ કરતાં જાણવા મળેલ કે, ફરિયાદીની પુત્રિને આરોપી શખ્સ લગ્નની લાલચે અપહરણ કરી લઈ ગયેલ છે. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે નોંધાવેલ ફરિયાદના આધારે આગળની વધુ તપાસ હાથ ધરી છે.