મોરબી શહેરના મચ્છુ ડેમમાં 35 વર્ષીય શખ્સનો આપઘાત
copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, મોરબી શહેરના મચ્છુ-૩ ડેમમાં 35 વર્ષીય શખ્સે આપઘાત કરી લીધો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ બનાવ ગત તા.22/2ના રોજ બન્યો હતો, ત્યારે આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબી ખાતે આવેલ છાત્રાલય રોડ પર વિજયનગરમાં રહેતા રવિભાઈ કુંવરજીભાઈ ગોધરિયા નામક 35 વર્ષીય શખ્સે ગત રાત્રીના મચ્છુ ડેમમાં ઝંપલાવી દેતા તેનું મૃત્યુ થયું હતું.જાણવા મળી રહ્યું છે કે, આ શખ્સના મૃતદેહને પી.એમ. માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવેલ છે. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.