વિદેશી દારૂ અને બીયર સાથે બે શખ્સોને ઝડપી પાડતી હળવદ પોલીસ

copy image

વિદેશી દારૂ અને બીયર સાથે બે શખ્સોને હળવદ પોલીસે ઝડપી પાડેલ છે. ત્યારે આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર હળવદ પોલીસની ટીમ કવાડિયા ચેક પોસ્ટ પર ચેકીંગમાં હતી તે દરમ્યાન આરોપી શખ્સો ત્યાં આવેલ હતા. આ શખ્સો શંકાસ્પદ જણાતા પોલીસે આ બંને શખ્સોની તપાસ હાથ ધરી હતી. જાણવા મળી રહ્યું છે કે, આ બંને ઈશમોની તલાસી લેતા તેમની પાસેથી વિદેશી દારૂની બોટલો નીકળી પડી હતી. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી શખ્સોને અટક કરી હતી. આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.