ગાંધીધામમાં એક યુવાન પર ચાર શખ્સોનો હુમલો

humlo

copy image

copy image

 સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ગાંધીધામ રેલ્વે મથક નજીક રેલ્વેમાં તાલીમ લેતા યુવાન પર ચાર શખ્સો દ્વારા હુમલો કરી દેવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ મામલે મહેન્દ્રકુમાર રાજારામ મીણા  દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી  એપ્રેન્ટિસની તાલીમ લેવા રેલવેમા જાન્યુઆરી માસમાં જોડાયા હતા. ગત દિવસે વીજ વિભાગ ગયા બાદ  ફરિયાદી તથા  અન્યો ડીઝલ રોડ બાજુ ગયેલ હતા. કામ પતાવ્યા બાદ ફરિયાદી થાકી જતાં આરામ માટે બેઠા હતા તે દરમ્યાન આરોપી શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને  આરામ ન કરવા કહી ગાળાગાળી કરી   અને   યુવાન પર હુમલો કરી દીધો હતો. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલ હતી.આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા નોંધાવેલ ફરિયાદના પોલીસે આધારે આગળની વધુ તપાસ હાથ ધરી છે.