ભચાઉ ખાતે આવેલ જશોદાધામના વાડામાંથી રૂા. 17 હજારના દારૂ સાથ એક શખ્સ પોલીસના સકંજામાં
copy image

ભચાઉ ખાતે આવેલ જશોદાધામના એક વાડામાંથી રૂા. 17,850ના દારૂ સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ભચાઉ ખાતે આવેલ જશોદાધમમાં એક વાડામાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. અને હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સનાં વાડામાંથી 750 એમ.એલ.ની. 44 બોટલ તથા ચાર ટીન એમ કુલ રૂા. 17,850નો દારૂ હસ્તગત કર્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી શખ્સની અટક કરી હતી. જાણવા મળી રહ્યું છે કે, આ મામલે પોલીસે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.