મુંદ્રા પોર્ટ નજીક આવેલ કંપનીના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતાં લાખોની માલમત્તા બળીને ભશ્મ : સદ્દભાગ્યે કોઈ જાનહાનિ નહીં
સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, મુંદ્રા પોર્ટ નજીક આવેલ એફટીડબલ્યુ વિસ્તારમાંની એક કંપનીના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતાં લાખોની માલમત્તા બળીને ભશ્મ થઈ ગઈ હતી. આ બનાવ ગત ગુરુવારના રાત્રિના સમયે બન્યો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, વર્ધમાન કાંટાની નજીક આવેલ યુનિક સ્પેડીટોરર પ્રા. લિ.ના ગોડાઉનમાં ગત ગુરુવારે મોડી રાતના સમયે આગની જ્વાળાઓ ફાટી નીકળી હતી. ગોડાઉનમાં રાખવામા આવેલ ટાયર તેમજ રબરનો જથ્થો સળગીને ભશ્મ થયો હતો. આગે વેગ પકડતાં પાસેની ઓફિસ- ફર્નિચર પણ તેની લપેટમાં આવી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આગ બુઝાવવાની આ કાર્યવાહીમાં લગભગ ત્રણ લાખ લિટર પાણીનો ઉપયોગ કરવામાં આવેલ હતો. આ ઘટનામાં લાખોનું નુકશાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી.