માંડવી ખાતે આવેલ ડોણમાંથી રૂા. 25,600ના શરાબના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
માંડવી ખાતે આવેલ ડોણમાંથી રૂા. 25,600ના શરાબના જથ્થા સાથે એક ઈશમને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, માંડવી ખાતે આવેલ ડોણમાં મફતનગરમાં રહેતા આરોપી શખ્સે પોતાના મકાનમાં વેચાણ અર્થે દારૂનો જથ્થો રાખેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી વાળા સ્થળ પર દરોડો પાડી શરાબની 31 બોટલ કબ્જે કરી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પોલીસે 25,600ના શરાબના જથ્થા સાથે આરોપી શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ શખ્સ વિરુદ્ધ આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.