માધાપર પોલીસ ચોકીની નુતન બિલ્ડીંગનું ખાતમુહૂર્ત તેમજ ભુમીપુજન કરતા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ
પશ્ચિમ કચ્છ જિલ્લાના માધાપર પોલીસ સ્ટેશન બાજુમા આવેલ માધાપર પોલીસ ચોકીનું આજ રોજ તા- ૨૪/૦૨/૨૦૨૪ ના [ રોજ શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી અધિક્ષ પશ્ચિમ કચ્છ ભુજ તેમજ ભુજ મતવિસ્તારના ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલ દ્રારા ખાતમુહૂર્ત તેમજ ભુમીપુજન કરવામાં આવેલ આ પ્રસંગે માધાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી પી.બી.ગઢવી સાહેબ તથા પો.સબ.ઇન્સ શ્રી બી.એ.ડાભી સાહેબ સહીત માધાપર પોલીસ સ્ટાફ તેમજ જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ પારુલબેન કારા તથા તાલુકા પંચાયતના ઉપ.પ્રમુખ પ્રવીણાબેન રાઠોડ તથા માધાપર જુનાવાસ સરપંચ ગંગાબહેન મહેશ્વરી તથા પુર્વ ઉપ.સરપંચ માધાપર નવાવાસ અરજણભાઇ ભુડીયા તથા ઉપ.પ્રમુખ કચ્છ જીલ્લા ભાજપ જયતભાઇ માધાપરીયા તથા સામાજીક અગ્રણી શ્રી રમેશભાઈ આહીર, શામજીભાઇ બાલસરા,વાલજીભાઇ આહીર, શંભુભાઇ જરૂ, પ્રહલાદસિંહ ગોહીલ, સુરેશભાઇ છાંગા, ભીમજીભાઇ જોધાણી,તેમજ અન્ય સામાજીક આગેવાનોની ઉપસ્થીમાં ખાતમુહૂર્ત તેમજ ભુમીપુજન કરવામાં આવેલ આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન એમ.એસ.વી. હાઇસ્કુલના ડી.એલ.ડાકી સાહેબ દ્વારા કરવામા આવેલ